ચપટી

આમ તો માણસનું કદ માણસ જેટલું જ હોય છે,
પણ પડછાયો મોટો લાગે
તો સમજવું કે સાંજ પડી ગઇ છે !
***************************************************
ભગવાનની
પ્રતિમા વિશાળ
બનાવવાનું કારણ ?
તમારા કદની તમને ખબર પડે !
***************************************************
વરસાદ
વરસાદની સતત
વાતો કરો છો .... ને
રેઇનકોટ લઇને ફરો છો.
ખરાં છો, તમે તો.
***************************************************
માનવ સ્વભાવની
એ લાક્ષણિકતા રહી છે કે
કશું પણ ખોટું જોવા મળે તો ટોળે વળી જાય છે,
સૂર્યનો પણ જો અસ્ત થતો હોય તો તે જોવા પણ !
*****************************************************
જે
રાહ જુએ છે એ
મા હોય છે.
જો કે પત્ની પણ રાહ જુએ છે.
પણ પત્ની ’ રાહ ’ જુએ છે,
જ્યારે મા રાહ જુએ છે !
******************************************************
એકલાં એકલાં
પણ ચાલવા માંડશો તો
સથવારો મળી રહેશે.
રાહ જોશો તો રાહમાં જ રહેશો

Tension

તાણ (ટેન્શન) ‘બોધરેશન’ એ આદિકાળથી માનવમાત્રને ત્રાસ આપી રહેલ છે. ભય હોય ત્યારે એની પર વિજય મેળવવા માટે શરીર જ્યારે સક્રિય બને છે ત્યારે તે વખતે જે સંવેદન અથવા લાગણી માનવીના મનમાં જાગે છે એને આપણે તાણ-દબાણ-ટેન્શન-તનાવ કહીએ છીએ. તાણનું મુખ્ય કારણ ભય છે અને ભયનાં તો અનેક કારણો હોય છે. માનસશાસ્ત્રની માન્યતા છે કે ઉંમરલાયક વ્યક્તિના ટેન્શનમાં મોટા ભાગનાં કારણો પાછળ બાળપણના તેના અનુભવો હોય છે. ભય તથા અન્ય માનસિક ગ્રંથિઓ જે બાળપણમાં લાદવામાં આવી હશે તે અચેતન મનમાં દબાયેલી પડી રહે છે. અને મોટપણે તે રહસ્યાત્મક રૂપમાં કાર્ય કરવા માંડે છે અને તે વ્યક્તિ માટે હાનિકારક નીવડે છે.તાણથી માથાનો દુખાવો, બ્લ્ડ પ્રેશર, વા, ગેસ્ટ્રીક અલ્સર, હૃદયરોગ અને બીજાં ઘણાં દરદો થાય છે. આ સંસારની માયા માનવી જ્યાં સુધી સંપૂર્ણપણે મૂકી ન દે ત્યાં સુધી તે તાણમાંથી મુક્ત થઈ શકતો નથી પણ તેની અસર તો અલબત્ત, ઓછી કરી શકે છે જ. એ માટેના ઉપાયો મિ. સેગિટેરિક્સે પોતાના એક લેખમાં આ પ્રમાણે બતાવ્યા છે :(1) જેના પર તમને વિશ્વાસ હોય તેને તમારી સમસ્યા જણાવો અને તેનું સમર્થન મેળવો. માનવતાપૂર્ણ સહાનુભૂતિ જાદુઈ અસર કરે છે…. ક્યારેક તો તે દવાઓ કરતાં વધુ કામિયાબ નીવડે છે. સમસ્યા રજૂ કરવાથી તેનો ઉકેલ પણ મળી આવે છે.(2) મૂળ સમસ્યાને થોડા સમય માટે ભૂલી જાઓ. એથી મનમાં તાજગી આવશે અને બીજી રીતે હલ કરવાનો રસ્તો સૂઝશે.(3) એક જ સમયે એક જ કામ કરો. એથી ટેન્શનથી બચી જવાય છે.(4) શક્તિ બહારની ઈચ્છાઓ નહિ રાખવાથી તાણની સ્થિતિ પેદા થતી નથી.(5) શાંતિ રાખો.(6) ટીકા પ્રત્યે બેદરકાર રહો. બધા પાસેથી પ્રશંસાની આશા રાખવી વ્યર્થ છે. અન્યની પ્રગતિને આદરથી જુઓ. ભલે તમે તેને મદદ ન કરી શકો પણ માનપૂર્વક તો જુઓ.(7) તમારી ભૂલોનો સ્વીકાર કરજો. એથી ક્યારેક તો એવાં સારાં પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ નહિ કરી હોય.(8) અન્યને મદદ કરજો. દુ:ખ ભૂલવા અને સદભાવ મેળવવાનો આ સહેલો રસ્તો છે.(9) કોઈ સાથે ઝઘડો થયો હોય કે ગેરસમજ થઈ હોય તો તેનું સમાધાન કરવા પહેલ કરજો. આવે વખતે પહેલ કરવી એ ફાયદાકારક છે.(10) નવરાશને સમયે તમને ગમતું કાર્ય કરજો. તાણ દૂર કરવા માટે આ એક ઉત્તમ ઉપાય છે. ઊંડા શ્વાસોશ્વાસ તથા ધ્યાનમાં બેસવાથી પણ ટેન્શનમાંથી મુક્ત થઈ શકાય છે.(જીવનમાં સુખી થવું છે ? – મુકુન્દ પી. શાહ પુસ્તકમાંથી સાભાર.)

Babal

પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તોઆની ઊખડતી નથી કેમ છાલ?એની રોજે રોજ હોય છે બબાલ.એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,ને પછી નોંધાવી એફ. આઇ.આર.શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,મારી કેટલી યે મીટ્ઠી સવાર.ધારદાર કિરણોને દેખાડી દેખાડી,લૂંટે છે મોંઘેરો માલ.એની રોજે રોજ હોય છે બબાલ.એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,ને જઇને વકીલને ઇ ક્યે:ચકલી ને ચકલો તો માળો બાંધે છે,હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.બેસવા દીધું ને એમાં એવું માને છે,જાણે બાપાની હોય ના દિવાલ?એની રોજે રોજ હોય છે બબાલ.એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,કે માંડ્યા છે શેના આ ખેલ?બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,જુએ છે કેમ ઓલી વેલ?શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?એની રોજે રોજ હોય છે બબાલ

Shyries

કચરા પેટિ
નાનિ કચરા પેટિ હુ છુ નાનિ કચરા પેટિ,
નથિ મારે કોઇ બેટિ કે નથિ હુ સક્ક્ર્ર ટેટિ,
હુ છુ નાનિ કચરા પેટિ,
મારિ કવિતા સાભળતા પેહલા બાધિ લો તમારિ સેટિ
હુ છુ નાનિ કચરા પેટિ ,
તમારો કચરો મને આપો અને લગ્ન કરાવા સાકશર ને આપો તમારિ બેટિ
હુ છુ નાનિ કચરા પેટિ .
......................................................................................................................................................................................................................................................




નો દરિયોને
દીકરો બોર નો ઠળીયો.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
,
રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરવાવાળાઓ માટે જે છેલ્લા ટાઇમે ટ્રેન પકડે છે
ઉઠો, જાગો અને ટ્રેન પ્રાપ્તિ માટે મંડ્યા રહો
એક રિક્ષામાં પેસેન્જર સીટ્ની સામે લખ્યુતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે
સભ્યતાથી બેસજો,કાચમાં દેખાય છે
મોજા હી મોજા,
બુટ ચોરાઇ ગયા .
ૐ સસ્તીનાહ ઇન્દ્રો દુધ પી ગ્યો મીંદડો
પહેલુ સુખ તે જાતે નર્યા,
ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા .
નારી તુ નરનારી
અમે ટોસ અને તમે ખારી .
દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે.
વંદે માતરમ, ખિસ્સા કાતરમ્
ઇન્કલાબ ઝિંદાબાદ,
કોલર પકડી, બોચી દાબ .
હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!.
ૐ ૐ હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..
આજ કરે સો કલ કર,
કલ કરે સો પરસો,
ઇતની જલદી ક્યા પડી હે,
જબ જીના હે બરસો..............
સંપ ત્યાં જંપ,
સાયકલ ત્યાં પંપ,
પેટ્રોલ હવે બવ મોંધુ થઈ ગિયું.
બા બહુ ને બેટી,ખાય વડલા ની ટેટી,પછી ગુમણા થાય તો મને ના કે'તી
સોનિયા સફેદિ આપકે સારે કૌભાંડ ધો ડાલે ...........
હસે તેનુ ઘર વસે,
ના હસે તેના ઘર આગડ કુતરા ભસે .